મહેસાણા તાલુકાના જોરણંગ ગામમાં કોરોનામાં ગ્રામજનોના આરોગ્યની સલામતી માટે બનાવવામાં આવેલ એક રૂમના આઇસોલેશન સેન્ટરથી થયેલ શરૂઆત વિદેશના દાતાઓના સહયોગથી બનેલ આ હોસ્પિટલમાં દીકરીઓને સર્વાઇકલ કેન્સરથી બચાવવા માટે કેમ્પો દ્વારા મફ્તમાં વેક્સિન આપી રહ્યા છે. એક તરફ્ કોરોના જેવા કપરા સમયમાં લોકોને સારવાર અર્થે રખડવું પડતું હતું ત્યારે જોરણંગ ગામના યુવક મંડળના સભ્યો દ્વારા પોતાના જ ગામમાં ગ્રામજનોને સારવાર મળી રહે તે માટે એક રૂમ સારવાર માટે તૈયાર કરવામાં આવ્યો હતો ત્યારે આજુબાજુના ગામડાના લોકોને પણ રાહત દરે સારવાર મળી રહે તેવા આશય સાથે વિદેશમાં રહેલા ગ્રામજનોના દાનના અવિરત પ્રવાહથી ગામના પ્રવેશદ્વારા પાસે નિર્માણ પામેલ સાર્વજનિક હોસ્પિટલમાં માત્ર રૂપિયા 10ના ટોકન દરે અનેક લોકોને આરોગ્યની સારવાર માટે સેવા આપી રહી છે, ત્યારે હોસ્પિટલના પ્રમુખ રમણભાઈ પટેલ અને મંત્રી તેમજ પૂર્વ તાલુકા સદસ્ય વિપુલભાઈ પટેલના પ્રયાસથી દાતાઓના સહયોગથી આજુબાજુના 30 જેટલા ગામડામાં આવેલ શાળામાં ભણતી દીકરીઓને સર્વાઇકલ કેન્સરથી સુરક્ષિત રાખવા માટે કેમ્પ યોજીને 2 વર્ષના સમયગાળામાં અંદાજિત 810 જેટલી દિકરીઓને વિનામુલ્યે 35 લાખના ખર્ચે HPV રસી આપવામાં આવી છે, આમ આ હોસ્પિટલના વહીવટકર્તાઓ દ્વારા દીકરીઓના સ્વાસ્થ માટે એક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે તેમજ અનેક લોકો માટે ખૂબ જ ટૂંકા સમયગાળામાં આ હોસ્પિટલ સુવિધાસભર બનીને લોકોને આરોગ્ય માટે રાહતરૂપ બની રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો