મોઢેરા આદિત્ય હાઈસ્કૂલ ખાતે યોજાયેલી વાલી મિટિંગમાં મનુભાઈ ચોકસીએ બેસ્ટ પેરેન્ટિંગ વિષય પર વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું. મોટી સંખ્યામાં વાલીઓની ઉપસ્થિતિમાં તેમણે બાળકોમાં સંસ્કાર, સારા વિચારો અને આત્મ વિશ્વાસના વિકાસ માટે વાલીઓની ભૂમિકા સમજાવી હતી. તેમણે જણાવ્યું કે, બાળક પરમાત્માએ આપેલી અનમોલ ભેટ છે. તેને સંસ્કારોનું સિંચન કરી સમાજોપયોગી બનાવવું એ આપણી જવાબદારી છે. બાળકોને અન્ય સાથે સરખાવીને ઉતારી ન પાડવા, પૂરતો સમય આપવા અને તેમની પસંદગી મુજબ શિક્ષણની તક આપવા તેમણે ભાર મૂક્યો હતો. બાળકથી ભૂલ થાય ત્યારે મારપીટ કે ગાળો આપવાને બદલે પ્રેમથી સમજાવવાની સલાહ આપી હતી. આ ઉપરાંત બિનજરૂરી ખર્ચને બદલે વિદ્યામંદિર અને આરોગ્યમંદિર જેવી સમાજોપયોગી સંસ્થાઓમાં દાન આપવા અપીલ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો