લાંઘણજ પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષકની હાજરીમાં યોજાયેલા લોકદરબારમાં પોલીસ મથકે પૂરતો સ્ટાફ્ ફાળવવા તેમજ ટ્રાફ્કિ સહિતની વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. બીજી તરફ્, અન્ય બદીઓ અને ગુનાઓ પર પોલીસની કડક કામગીરીની પણ નાગરિકોએ પ્રશંસા કરી હતી. મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકીએ પી.આઈ. એ.એમ. ગેહલોત તેમજ સ્ટાફ્ સાથે સંવાદ સાધી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ભીખાભાઈ પટેલ, શંકરપુરાના સરપંચ ગાંડાભાઈ પટેલ, ઈસ્માઈલભાઈ પઠાણ, તુષારભાઈ પટેલ સહિતના અગ્રણીઓ અને 40થી 50 જેટલા નાગરિકોની ઉપસ્થિતિમાં યોજાયેલા લોકદરબારમાં પોલીસ મથકમાં અપૂરતા સ્ટાફ્ના કારણે કામનું ભારણ વધી રહ્યું હોવાથી પૂરતો સ્ટાફ્ ફાળવવા તેમજ ટ્રાફ્કિ સમસ્યાના નિવારણ માટે પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી હતી. બીજી તરફ્, કેબલ ચોરી સહિતના સંબંધિત ગુનાઓ પર પોલીસનો અંકુશ હોવાનું પણ નાગરિકોએ એસ.પી.ને જણાવ્યું હતું. આ દરમિયાન જિલ્લા પોલીસવડાએ એક વર્ષના સમયગાળામાં સાત જેટલા લોકોનાં માર્ગ અકસ્માતમાં મોત થયાં હોવાનું જણાવી સામાજિક ભાગીદારીથી ટ્રાફ્કિ અંગે લોકજાગૃતિ લાવવા અને લોકોને જાગૃત થવા અપીલ કરી હતી. આ ઉપરાંત પોલીસ મથકની સફાઈ અંગે પણ પી.આઈ.ને સૂચના આપી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો