દિવાળી પર્વના હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નાગરિકો નિર્ભય બનીને ખરીદી કરી શકે તે હેતુથી સાંથલ પોલીસ સ્ટેશન દ્વારા જોટાણા બજારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ માર્ચના માધ્યમથી પોલીસ પ્રશાસન દ્વારા પ્રજામાં સુરક્ષા અને સલામતીનો વિશ્વાસ જગાવવામાં આવ્યો હતો. દિવાળીના પાવન અવસર પર બજારોમાં ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. જેના કારણે ભીડ ભાડ અને ટ્રાફ્કિની સમસ્યા સર્જાવાની સંભાવના રહે છે. વેપારીઓ અને ગ્રાહકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે અસુવિધાનો સામનો ન કરવો પડે, તે માટે સાંથલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. જાડેજા અને સમગ્ર પોલીસ સ્ટાફ્ દ્વારા અગાઉથી જ સઘન આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના ભાગરૂપે પોલીસ કાફ્લાએ જોટાણાની મુખ્ય બજારના વિવિધ વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ કરી હતી. પોલીસની આ સક્રિય ઉપસ્થિતિથી તહેવારોની ખરીદી માટે આવેલા નાગરિકો અને વેપારીઓમાં સુરક્ષાની ભાવના દૃઢ બની છે, સાથે જ અસામાજિક તત્વો પર નજર રાખવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો