ગુજરાત બેડમિન્ટન એસોસિયેશન દ્વારા તાજેતરમાં અમદાવાદ ખાતે રાજ્યકક્ષાની અં-13 બેડમિન્ટન ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મહેસાણાના પ્રતિભાશાળી બેડમિન્ટન ખેલાડી શ્રેયસ ઝાલાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ડબલ્સ સ્પર્ધામાં પ્રથમ ક્રમ અને સિંગલ્સ સ્પર્ધામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી મહેસાણાનું ગૌરવ વધાર્યું છે. શ્રેયસ ઝાલાની આ સફ્ળતાને પગલે હવે તે રાષ્ટ્રીય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. બેડમિન્ટન ખેલાડી શ્રેયસ ઝાલા મહેસાણા પોલીસ બેડમિન્ટન એકેડમીમાં કોચ આશિષભાઈ અને પ્રકાશભાઈના માર્ગદર્શન હેઠળ બેડમિન્ટનની તાલીમ મેળવી રહ્યો છે. કોચના માર્ગદર્શન, શ્રેયસની મહેનત અને રમત પ્રત્યેના સમર્પણના પરિણામે તેણે રાજ્યકક્ષાએ નોંધપાત્ર સફ્ળતા હાંસલ કરી છે. હવે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પણ તે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો