મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસે દિવાળીના તહેવાર દરમિયાન તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને મદદરૂપ કામગીરી કરી હતી. તહેવાર દરમિયાન બજારમાં ભારે ભીડ વચ્ચે તોરણવાળી ચોક ખાતે ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે દેણપના મનિષભાઈ પ્રજાપતિનું રૂ. 4,000 રોકડ ભરેલું ખોવાયેલું પર્સ તેમજ જગુદણના વિનયજી ઠાકોરનો રૂ.20,000નો ફોન શોધી કાઢયો હતો. આમ, પોલીસે કુલ રૂ. 24,000ની મત્તા મૂળ માલિકોને હેમખેમ પરત સોંપી હતી. પી.આઈ. આર.એલ. પારગીના માર્ગદર્શન હેઠળ PSI એમ.પી. ચૌધરી, સર્વેલન્સ સ્ટાફે આ કામગીરી કરી નાગરિકોને મદદરૂપ થયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો