ખેલ મહાકુંભ-2026 માટે તાલિમ, ઉત્સાહ અને તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ મહાકુંભ અંતર્ગત તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ વિજેતા બનનાર ખેલાડીઓ, શ્રેષ્ઠ શાળાઓ તેમજ કોચ માટે આકર્ષક રોકડ પુરસ્કારો એનાયત કરાશે.
ખેલ મહાકુંભ અંતર્ગત બાસ્કેટબોલ, ફૂટબોલ, હેન્ડબોલ, હોકી, કબડ્ડી, ખો-ખો, શૂટિંગ બોલ, ટગ ઓફ્ વોર, વોલીબોલ, રોલબોલ, રગ્બી, બીચ વોલીબોલ, બીચ હેન્ડબોલ અને ક્વાડ સહિત કુલ 14 રમતોમાં રમતવીરો પોતાનું કૌશલ્ય દર્શાવશે. સ્પર્ધામાં અંડર-9, અંડર-11, અંડર-14, અંડર-17, ઓપન એજ ગ્રુપ, 40 વર્ષથી ઉપર અને 60 વર્ષથી ઉપરના વયજૂથના ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવશે.
ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ પ્રથમ વ્યક્તિગત રૂ.1,500, ટીમને રૂ.1,000, દ્વિતીય વ્યક્તિગત રૂ.1,000, ટીમ રૂ.750 અને તૃતીય વ્યક્તિગત રૂ.750, ટીમને રૂ.500, જિલ્લા કક્ષાએ પ્રથમ વ્યક્તિગત રૂ.5,000, ટીમને રૂ.3,000, દ્વિતીય વ્યક્તિગત રૂ.3,000, ટીમને રૂ.2,000 અને તૃતીય વ્યકિતગત રૂ.2000, ટીમને રૂ.1000 ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જયારે રાજયકક્ષાના ખેલાડીઓનો પ્રથમ વ્યકિતગત રૂ.10,000, ટીમને રૂ.5000, દ્વિતિય વ્યકિતગત રૂ.7,000, ટીમને રૂ.3,000 અને તૃતિય વ્યકિતગત રૂ.5,000 અને ટીમને રૂ.2,000 રોકડ પુરસ્કાર અપાશો. આ ખેલ મહાકુંભના આયોજનથી યુવા અને વરિષ્ઠ રમતવીરોમાં એક નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો