મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લીમડીયા મુકામે કાર્યરત સ્વપ્ન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નવોદય કુમાર તથા કન્યા છાત્રાલય ખાતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત બાળકો માટે એક વિશેષ આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો. આ હેલ્થ કેમ્પમાં આરોગ્ય વિભાગની ટીમમાંથી મેડિકલ ઓફ્સિર ડૉ. શાહીન મુલતાની અને ફાર્માસિસ્ટ એન્જલબાન વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય ટીમ દ્વારા છાત્રાલયના તમામ કુમાર અને કન્યાઓનું વજન, ઊંચાઈ તેમજ વિગતવાર સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન બાળકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા માટે આરોગ્યપ્રદ જીવનશૈલી અને પોષણ અંગેનું યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.આ હેલ્થ ચેકઅપ કેમ્પનું પરિણામ ખૂબ જ સકારાત્મક રહ્યું હતું અને તપાસના અંતેતમામ બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ અને તંદુરસ્ત માલૂમ પડયા હતા, જે સંસ્થા માટે ખૂબ જ આનંદની વાત છે.બાળકોના ઉત્તમ સ્વાસ્થ્યની કાળજી લેવા બદલ સ્વપ્ન શ્રા અને સમગ્ર સંચાલક મંડળ દ્વારા પધારેલી આરોગ્ય ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: