મલેકપુર : ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લી. ગાંધીનગર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહીસાગર પુરસ્કૃત રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન (NRLM) યોજના અંતર્ગત સંતરામપુર તાલુકા પંચાયત ખાતે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરીના મીટિંગ હોલ ખાતે તાલુકા પ્રમુખ રજનીતાબેન એન. તાવિયાડના અધ્યક્ષ સ્થાને અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે સધ્ધર બનાવી તેમને સ્વરોજગારીની તકો પૂરી પાડવાનો રહ્યો હતો.
