ગુજરાતના મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ઇતિહાસ અને આસ્થાનો અભ્દુત સમન્વય જોવા મળે છે. લુણાવાડામાં આવેલું 557 વર્ષ જૂનું રાજવી પરિવારની કુળદેવી માં ભુવનેશ્વરીનું મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નથી, પરંતુ અહીં સદીઓ જૂની શાહી પરંપરાઓ પણ જીવંત છે. નવરાત્રીના પવિત્ર દિવસોમાં અહીં યોજાતી વિશેષ વિધિઓ અને દર્શનનો મહિમા સમગ્ર પંથકમાં અનોખો છે. આ મંદિરમાં છેલ્લા 557 વર્ષથી એક નોખી રાજવી પરંપરા ચાલી આવે છે. નવરાત્રી નિમિત્તે અહીં ચોસઠ જોગણી કુંભની સ્થાપના કરવામાં આવે છે અને વિધિસર જવારા વાવવામાં આવે છે. આ પ્રાચીન પરંપરા આજે પણ એટલી જ શ્રાદ્ધાપૂર્વક નિભાવવામાં આવે છે. દર વર્ષે આસો સુદ એકમના દિવસે લુણાવાડાના 44મા મહારાજા શ્રી સિદ્ધરાજસિંહ સોલંકીના હસ્તે રાજગોર દ્વારા શાસ્ત્ર્રોક્ત વિધિ-વિધાન સાથે ચોસઠ જોગણી કુંભનું જવારા પર સ્થાપન કરાવવામાં આવી છે. રાજમહેલ પરિસરમાં આવેલું રાજવી પરિવારના કુળદેવીનું આ પૌરાણિક મંદિર સામાન્ય દિવસોમાં ભક્તો માટે બંધ રહે છે, પરંતુ નવરાત્રીના દિવસોમાં ભક્તો માતાજીના દર્શન કરી શકે તે માટે તેનેખુલ્લું મૂકવામાં આવે છે.નવરાત્રી દરમિયાન, ખાસ કરીને આઠમ (મહાઅષ્ટમી) ના દિવસે દૂર-દૂરથી હજારોની સંખ્યામાં શ્રાદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે લુણાવાડા આવે છે. અહીંના પૌરાણિક વાતાવરણમાં જવારાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે અને માં ભુવનેશ્વરીનાચરણે શીશ ઝુકાવી ધન્યવાદ અર્પણ કરે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો