વન વિભાગ ગુજરાત રાજ્ય અને સામાજિક વનીકરણ રેન્જ સંતરામપુર દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો 77 માં વન મહોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ મહીસાગર જિલ્લાના ગોધર તાલુકાના ચુથાના મુવાડા ગામે ઉજવણી કરાઈ હતી. જેમાં 500થી વધુ લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મોરવા હડફ્ વિધાનસભા મતવિસ્તારનાં ધારાસભ્ય નિમિષાબેન સુથાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત ગોધર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રમણભાઈ સેલોત, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના સભ્યો, વિવિધ ગામોના સરપંચો, આસપાસનાં ગામોના વૃક્ષપ્રેમીઓ તેમજ પ્રવીણ વિદ્યાલય, ચુથાના મુવાડાના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. નિમિષાબેન સુથારે એક પેડ મા કે નામ 3.0 અભિયાનનું હાર્દ સમજાવી વૃક્ષોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. મહાનુભાવોનું સ્વાગત પરંપરાગત પુષ્પગુચ્છની સાથે કૃષ્ણકમળના રોપા આપીને કરાયું હતું. એક પેડ મા કે નામ - એક વૃક્ષ, અનેક આશાઓ; હરિયાળું પર્યાવરણ, સ્વસ્થ જીવન અને ઉજ્જવળ ભવિષ્યના સંદેશ સાથે વન મહોત્સવની ઉજવણી દ્વારા પ્રકૃતિના સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના નિર્માણ માટે સૌને સહભાગી બનવાની પ્રેરણા અપાઈ હતી. કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ સામાજિક વનીકરણ રેન્જR.F.O.ડી. વી. સોલંકી સંતરામપુરે કરી હતી. અંતે ઉપસ્થિતમહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું અને વિદ્યાર્થીઓ તથા તમામ લોકોને વિવિધ રોપાઓનું વિતરણ કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો