વિરપુર : મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં શુક્રવારે સાંજના સમયે ભારે પવન, વીજળીના કડાકા-ભડાકા અને ધોધમાર વરસાદ વચ્ચે વિરપુર-બારોડા કેનાલ પાસે આવેલી સીમમાં કામ કરી રહેલા મજૂરોને રહેવા મૂકવામાં આવેલું કન્ટેનર હાઉસ પવનમાં ઊડી જઈ પાણી ભરેલા ખાડામાં ખાબકતાં એક મજુરનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વિરપુર તાલુકાના બારોડા ગામ પાસે આવેલી કેનાલ વિસ્તારમાં કેટલાક મજુરો મંજુરી કરી રહ્યા હતા એ દરમ્યાન વરસાદ આવતા આ મજુરો કંન્ટેનર હાઉસમાં વિશ્રામ લીધો એ દરમિયાન ભારે પવન ફુંકાતા આંખે આખુ કંન્ટેનર હાઉસ પત્તાની જેમ હવામાં ફ્ંગોળાઈ બાજુમાં આવેલા ખાડામાં ખાબકયુ હતુ. ઘટનાના સમયે કન્ટેનરમાં કુલ છ મજૂરો હાજર હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે સંતોષભાઈ ગોવિંદભાઈ ક્લાડિયા (ઉ.વ. 23) નું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય પાંચ મજૂરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. ઈજાગ્રસ્તોમાં રોહિત અશોકભાઈ કલાડિયા, પ્રફુલ્લ મકવાણા, ઉમેશ જિકાભાઈ રાઠોડ, રવિભાઈ પ્રફુલભાઈ વિસનોડિયા અને મેહુલભાઈ ગામેરા નો સમાવેશ થાય છે બાજુમાં રહેતા એક ભાઈએ ટ્રેકટરની મદદથી આ તમામ ઈજાગ્રસ્તોને બહાર કાઢી વિરપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો