ચાતુર્માસ માસના પવિત્ર દિવસોમાં કોઠંબા તાલુકામાં મનના માણીગરને પામવા માટે દેવાધિદેવ મહાદેવની શ્રાદ્ધાભેર પૂજા અર્ચન કરી કુંવારિકાઓ અને મહિલાઓએ ગૌરી વ્રતનો પ્રારંભ કર્યો હતો. કોઠંબા રાધાકૃષ્ણ મંદિર ખાતે વહેલી સવારે કુવારીકાઓ દ્વારા પૂજા, અર્ચન,ભક્તિ સાથે આરાધના કરવામાં આવી હતી. તાલુકાની તમામ ગામોની પ્રાથમિક શાળાઓ, ઘરો અને મંદિરોમાં નાની બાળકીઓથી લઈને યુવતીઓ ગૌરી માતાની સ્થાપના કરીને પૂજા-અર્ચના શરૂ કરી.પાંચ દિવસ સુધી ચાલનારા આ વ્રતમાં રોજ સવારે ગૌરી માતાનીમાટીની મૂર્તિ બનાવી, ફૂલ-અક્ષતથી પૂજન કરીને સારા વરની કામના કરવામાં આવે છે. વ્રતના છેલ્લા દિવસે ગૌરી વિસર્જન અને ઉજવણી કરવામાં આવે છે.
