મહીસાગર જિલ્લાના લુણાવાડા ઘટક-1 અને ઘટક-3 અંતર્ગત શામણા સેજાના વાણીયા વાળા ગોરાડા અનેક આંગણવાડી કેન્દ્ર ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આંગણ મિલન સેવા - પોષણ અને વિકાસનો ઉત્સવ તેમજ સ્વચ્છતા હી સેવા'અન્વયે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સાંસદ રાજપાલસિંહ યાદવના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયો હતો. આ પ્રસંગે જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, સ્થાનિક સરપંચ, આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઑફ્સિર અંબિકા જયસ્વાલ, લુણાવાડા ઘટક-1ના સી.ડી.પી.ઓ. સહિતના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સગર્ભા-ધાત્રી માતાઓ, કિશોરીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં રંગબેરંગી સજાવટ સાથે ઉત્સવમય બનેલા પરિસરમાં ભૂલકાંઓએ વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ રજૂ કરી હતી. કાર્યક્રમ દરમિયાન પોષણ સ્તરમાં ઉત્કૃષ્ટ સુધારો દર્શાવી પોષણ ચેમ્પિયન બનેલા બાળકો અને કિશોરીઓને પૌષ્ટિક સુખડી, તાજા ફ્ળો અને વિશેષ ભેટ આપી પ્રોત્સાહિતકરાયા હતા. આ ઉપરાંત, છેવાડાના માનવી સુધી પાયાની આરોગ્ય સેવાઓ પહોંચાડતી આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા બહેનોની નિષ્ઠાવાન કામગીરીની સરાહના કરી તેઓને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા હતા.
