લુણાવાડા : મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક(SP)સફીન હસન દ્વારા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરાયું હતું. જે દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષકે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન હેઠળ ચાલતી વિવિધ કામગીરી, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર અને રેકર્ડની ઝીણવટભરી ચકાસણી કરાઈ હતી. ઉપરાંત, પોલીસ સ્ટેશનની તમામ શાખાઓ, મુદ્દામાલ રૂમ અને વહીવટી વિભાગોની કામગીરીનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. જે બાદ પોલીસ અધિક્ષક એ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તેમણે પ્રજાલક્ષી કામગીરી વધુ ઝડપી અને પારદર્શક બનાવવા, ગુનાખોરી પર અંકુશ મેળવવા તેમજ અરજદારોના પ્રશ્નોનું ઝડપી અને ન્યાયી નિવારણ લાવવા સંદર્ભે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આ દરમિયાન ટાઉન પી.આઈ., પી.એસ.આઈ. તથા સ્ટાફ્ હાજર રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો