13

વડાપ્રધાનના વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવાના ભાગરૂપે સંકલ્પ સેવા અભિયાન હેઠળ મહીસાગર જિલ્લામાં શાળાના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને યોગ્ય કારકિર્દી ઘડતર અર્થે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત જિલ્લાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 9 થી 12ના કુલ 45,674 વિદ્યાર્થીઓએ પોતાની શાળામાં ડિજિટલ માધ્યમથી યુટયુબ ચેનલ પર જીવંત પ્રસારણ નિહાળીને વિવિધ ક્ષેત્રના તજજ્ઞો પાસેથી મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવ્યું હતું.

નાયબ શિક્ષણ નિયામક કે.એફ્. વસાવાએ વિદ્યાર્થીઓને પોતાની આંતરિક શક્તિ, રુચિ અને ક્ષમતાઓને ઓળખીને યોગ્ય લક્ષ્ય નિર્ધારિત કરવા જણાવ્યું હતું. મનોવૈજ્ઞાનિક ડૉ. ચિરાગ પરમારે કિશોરાવસ્થા દરમિયાન વિદ્યાર્થીઓમાં થતા શારીરિક, બૌદ્ધિક, સામાજિક અને ભાવનાત્મક ફેરફારોની વિસ્તૃત છણાવટ કરી હતી.

પ્રિન્સિપાલ OSDડૉ. સાગર દવેએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત વ્યાવસાયિક શિક્ષણ અને ભવિષ્યમાં ઊભરતી કારકિર્દીની નવીન તકો અંગે માહિતી પૂરી પાડી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો