નાગરિકો અને પોલીસ કર્મચારીઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે અને શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી મહીસાગર પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ફ્ટિ ઈન્ડિયા અભિયાન અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ સાયકલ રેલીનું પ્રસ્થાન મહીસાગરના નાયબ પોલીસ અધિક્ષક (DySp) કમલેશ વસાવાએ લીલી ઝંડી બતાવી કરાવ્યુ હતું. રેલીમાં જિલ્લાના વિવિધ પોલીસ મથકોના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, મહિલા પોલીસ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા.

ફ્ટિ ઈન્ડિયા અને સ્વસ્થ ભારતના સંદેશાને જન-જન સુધી પહોંચાડવો તેમજ સતત ફરજ પર રહેતા પોલીસ કર્મચારીઓ પોતાની ફ્ટિનેસપ્રત્યે સજાગ બને તે માટે આ પ્રેરણાદાયી આયોજન કરાયું હતું.

લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: