ભગવાન બિરસા મુંડાની 151મી જન્મ જયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત મંગળવારે લુણાવાડા તાલુકાના મોટા સોનેલા સ્થિત ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમ રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રમેશ કટારા અધ્યક્ષતામાં સંપન્ન થયો હતો. પ્રબુદ્ધ નાગરિકોને સંબોધતા મંત્રી રમેશ કટારાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વર્ષ 2021થી દેશભરમાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી શરૂ કરાઇ છે, જેથી આવનારી પેઢી આ મહાન ક્રાંતિકારીના બલિદાન અને સંઘર્ષને યાદ રાખે. આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને સમૃદ્ધિ માટે સરકાર સતત કટિબદ્ધ છે. મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ જણાવ્યું હતું કે, બિરસા મુંડા યુનિ, ગોવિંદ ગુરુ યુનિ, વનબંધુ કલ્યાણ યોજના, શબરી હાટ, જોહર કાફે અને આશા બહેનો દ્વારા સગર્ભા માતાઓ તથા કુપોષિત બાળકોની લેવાતી કાળજી જેવી યોજનાનો ઉલ્લેખ કરી સરકારની સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસની નીતિને બિરદાવી હતી. જે પ્રસંગે સંતરામપુર ધારાસભ્ય કુબેર ડીંડોરે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, નિવાસી અધિક કલેકટર સી વી લટા ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો