મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાવકુવા ગામે ઘરકંકાસની અદાવતમાં 23 વર્ષીય સગા પુત્ર। ની લાકડીના ફ્ટકા મારી હત્યા કરવાના ગુનામાં મહીસાગરની પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજની અદાલતે 72 વર્ષીય પિતાને આજીવન કેદની સખત સજા ફ્ટકારી છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ખાનપુર તાલુકાના વાવકુવા ગામના નાયક ફ્ળિયામાં રહેતા કેશરાભાઈ મસુરભાઈ ડામોર (ઉં.72) તેમની પત્ની ભુરીબેન સાથે અવારનવાર બોલાચાલી કરી ઝઘડો કરતા હતા. આ બાબતે તેમના 23 વર્ષીય પુત્ર અમૃત ઉર્ફે ધીરાભાઈએ માતાનું ઉપરાણું લઈ પિતાને ઝઘડો ન કરવા ઠપકો આપ્યો હતો. જે બાબતની અદાવત રાખી ગત તા.06/10/2025 ના રોજ વહેલી સવારે પિતા કેશરાભાઈ ડામોરે ઘરના આંગણામાં ખાટલામાં ગાઢ નિંદ્રામાં સૂતેલા પુત્ર અમૃત પર લાકડી વડે જીવલેણ હુમલો કરતાં ગંભીર ઈજાઓ થતાં અમૃતનું વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ ઘટના અંગે બાકોર પોલીસ મથકે ફરિયાદ બાદ પોલીસે પુત્રની હત્યાના ગુનામાં આરોપી પિતા કેશરાભાઈ ડામોરની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ મહીસાગરની પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજની અદાલતમાં ચાલી જતાં, સરકારી વકીલ સર્જન ડામોરની દલીલોને ગ્રાહ્ય રાખી અને એફ્.એસ.એલ. રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ નોટ સહિત 30 થી વધુ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ કોર્ટે આરોપી કેશરાભાઈ મસુરભાઈ ડામોરને હત્યાના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ સંભળાવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો