બાલાસિનોરના ભાથલા રોડ ઉપર આવેલ મુલતાનપુરા નજીક નગરપાલિકાની ડમ્પીંગ સાઇડ પર બાલાસિનોર સહિત જીલ્લા માંથી પકડાયેલા રૂ. 1.42 કરોડના દારૂનો નાશ કરાયો હતો. મહીસાગર જિલ્લાના વિવિધ 10 પોલીસ મથકો દ્વારા વર્ષ 2025 દરમિયાન વિવિધ દરોડામાં ઝડપી પાડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો આજે જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. બાલાસિનોર ખાતે નગરપાલિકા કચરાની ડમ્પીંગ સાઇડ પર ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરોડોની કિંમતના દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસ દ્વારા જપ્ત કરાયેલ આ મુદ્દામાલના નિકાલ માટે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી આ કામગીરી હાથ ધરાઈ હતી. આ કામગીરીમાં મહીસાગર જિલ્લામા આવતા 10 પોલીસ સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં બાલાસિનોર ટાઉન પોલીસ મથકની 320 બોટલો (રૂ. 84,183), બાલાસિનોર તાલુકાની 1,845 બોટલો (રૂ. 4,47,489.), બાકોર ની 4, 569 બોટલો (રૂ. 35.65, 132 ) અને કોઠંબા પોલીસ મથકની 761 બોટલો (રૂ. 1,49,174) લુણાવાડા તાલુકાની 689 બોટલો (રૂ. 3,96,812) લુણાવાડા ટાઉનની 260 બોટલો (રૂ. 5,33,310) વીરપુર 1984 બોટલ (રૂ. 5,02, 550) સંતરામપુર 32,119 બોટલો (રૂ. 51,26,446) કડાણા 326 બોટલો (રૂ. 37,435) અને ડીટવાસ 11,303 (રૂ. 34,39,234)મળી કુલ 54,176 બોટલોનો નાશ કરાયો હતો. આ તમામ મુદ્દામાલની કુલ બજાર કિંમત અંદાજે રૂ. 1,42,81,765 જેટલી થાય છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: