કડાણા : કડાણા તાલુકાના લીમપુર ગામે આવેલ હરસિધ્ધેશ્વર મહાદેવ મંદિરે આજે અષાઢ સુદ તેરસને સોમવારથી જયા પાર્વતી વ્રતના પ્રથમ દિવસે ગામની કુંવારિકાઓ અને બહેનો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. જેમાં કુંવારીકાઓ દ્વારા મનવાંછીત સુયોગ્ય ભરથાર મળે તે માટે તેમજ પરિણીત મહિલાઓ દ્વારા પોતાની મનોકામનાઓ પરિપૂર્ણ થાય ઉપરાંત સુખી દાંપત્ય જીવન પસાર થાય તે માટે ગણપતિજી, મહાદેવજી તેમજ માતા પાર્વતીની પૂજા અર્ચના કરી જયા પાર્વતીના વ્રતની વાર્તા સાંભળી મહાદેવને બિલીપત્રો અર્પણ કરી, થાળ-આરતી કરી હતી. આ વ્રતની શાસ્ત્રોકત વિધિ ભરતભાઈ પંડયા દ્વારા કરાવાઈ હતી. આ વ્રત દરમ્યાન બહેનો મીઠાનો ત્યાગ કરી ઉપવાસ કરે છે, જેથી આ વ્રતને અલુણા વ્રત પણ કહેવામાં આવે છે. અષાઢ વદ બીજને શનિવારે જાગરણ કરી ઉપવાસી બહેનો વ્રતની પૂર્ણાહુતિ કરશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો