ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યના ટ્રાયબલ વિસ્તારમાં આદિજાતિના લોકોનો જીનોમ સિક્વન્સ પ્રોગ્રામ હાથ ધરાયો છે, જે અંતર્ગત મહીસાગર જિલ્લામાંથી જીનોમ્સ સેમ્પલો મેળવવા માટે સાયન્ટીસ્ટના નેતૃત્વ હેઠળની ટીમે આજે જિલ્લામાંથી વિવિધ વિસ્તારમાંથી અલગ અલગ આદિવાસી જાતિના સ્ત્રી-પુરુષોના સેમ્પલ મેળવ્યા હતા.


મહીસાગર જિલ્લામાં સંતરામપુર અને કડાણા તાલુકામાંથી જીનોમ સિક્વન્સ માટે સેમ્પલો મેળવ્યા હતા, પૂર્વ આદિજાતિ મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોડે પોતે સેમ્પલ આપી અન્યોને પણ પ્રોત્સાહિત કર્યા હતા. આદિવાસીઓમાં જોવા મળતી જૈવિક વિવિધતા તેમજ સંભવિત વારસાગત બીમારીઓ ઉપર સંશોધન કરી આરોગ્યની સમસ્યાઓને જાણવાનો વૈજ્ઞાનિકો પ્રયાસ કરશે, સંપૂર્ણ જીનોમ સિક્વન્સ દ્વારા ડેટાબેઝ તૈયાર કરાશે. જૈવિક વિવિધતા અને વારસાગત આરોગ્ય માટે દેશભરમાં ગુજરાત રાજ્યની પહેલ છે, તેનો જશ ગુજરાત સરકાર અને તત્કાલીન ટ્રાયબલ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરને જાય છે, જૈવિક વિવિધતા અને વારસાગત આરોગ્ય અંગે ડેટાબેઝ માટે સેમ્પલો કલેક્ટ કરવાની કામગીરી ચાલી રહી છે, મહીસાગર સહિત રાજ્યના 17 ટ્રાબલ જિલ્લાઓમાં આ કામગીરી ચાલી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: