રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અન્વયે સમગ્ર દેશમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન (FLN) માં બાળકો પારંગતતા પ્રાપ્ત કરે તે હેતુથી નિપુણ ભારત મિશન ચલાવાઈ રહ્યું છે. અભિયાન અંતર્ગત બાલવાટિકાથી ધોરણ 5 સુધીના તમામ વિદ્યાથ્રીઓ વાંચન, લેખન અને સંખ્યાજ્ઞાનની ક્ષમતાઓમાં નિપુણતા કેળવે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ ઠરાવ બહાર પાડી પ્રયાસો હાથ ધરાયા છે.
મહીસાગર જિલ્લામાં કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ અને ત્રિલોકસિંઘ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કૃપાબેન જહા અને ડાયટ વ્યાખ્યાતા આર.કે. પટેલ તેમજ BRC,CRC અને TPEOની ટીમે શાળાઓની પ્રત્યક્ષ મુલાકાત લઈ શિક્ષકો તથા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લાની શાળાઓમાં બે દિવસ દરમિયાન ગુજરાતી અને ગણિત વિષયનું સઘન બેઝલાઈન સર્વેક્ષણ પૂર્ણ કરાયું છે. પ્રત્યેક વિદ્યાર્થીની શૈક્ષણિક સ્થિતિની નોંધ વિશેષ ટ્રેકરમાં કરાઈ રહી છે. સર્વેક્ષણના આધારે ગુજરાતી અનેગણિત વિષયની માર્ગદર્શિકા મુજબ શિક્ષકો દ્વારા ઉપચારાત્મક શિક્ષણની કામગીરી પરિણામલક્ષી રીતે કરાઈ રહી છે. આ અભિયાનની વિસ્તૃત સમજ અને અસરકારક અમલીકરણ માટે જિલ્લાના તમામ મુખ્ય શિક્ષકો અને શિક્ષકોને બાયસેગના માધ્યમથી ઓનલાઇન તાલીમ પણ આપવામાં આવી છે, જેથી બાળકોના પાયાના શિક્ષણને વધુ મજબૂત બનાવી શકાય. ગુજરાત કાર્યક્રમના ભાગરૂપે જિલ્લાની શાળાઓમાં બે દિવસ દરમિયાન ગુજરાતી અને ગણિત વિષયનું સઘન બેઝલાઈન સર્વેક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે. પ્રત્યેક વિદ્યાર્થીની શૈક્ષણિક સ્થિતિની નોંધ વિશેષ ટ્રેકરમાં કરવામાં આવી રહી છે. સર્વેક્ષણના આધારે ગુજરાતી અને ગણિત વિષયની માર્ગદર્શિકા મુજબ શિક્ષકો દ્વારા ઉપચારાત્મક શિક્ષણ (Remedial Teaching) ની કામગીરી ખૂબ જ સુંદર અને પરિણામલક્ષી રીતે કરવામાં આવી રહી છે.
