લુણાવાડા : નવા વર્ષના પાવન અવસર નિમિત્તે ખાનપુર તાલુકા રાજપૂત સમાજ વિકાસ મંડળ દ્વારા સ્નેહમિલન સમારોહ તેમજ સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.?આ ગૌરવપૂર્ણ અવસરે લુણાવાડા સ્ટેટ મહારાજ સિદ્ધરાજસિંહજી, માજી સાંસદ શક્તિસિંહજી ગોહિલ, કનકસિંહજી પુવાર, નિવૃત્ત DySP લક્ષ્મણસિંહજી, ચારણ ગામ નિવૃત્ત ડીવાયએસપી ભારતસિંહ સોલંકી વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન દર્શનસિંહજી, વડોદરા રાજપૂત એસોસિએશનના ટ્રસ્ટી નરેન્દ્રસિંહજી પરમાર, ખાનપુર રાજપૂત સમાજ વિકાસ મંડળના પ્રમુખ પર્વતસિંહજી રાઠોડ,મહીસાગર જિલ્લા ઉપપ્રમુખ પ્રદીપસિંહજી રાઠોડ, સોનેલા કલ્યાણ સિંહ જાદવ કલ્યાણસિંહ જાદવ અને મહાકાલ પ્રદેશ મહામંત્રી તેમજ સંગઠનના અગ્રણી હોદ્દેદારો અને મહાનુભાવો વિશેષ ઉપસ્થિતિ રહી હતી.?કાર્યક્રમ દરમિયાન રાધાસ્વામી એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કરાયુ હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો