મહીસાગર જિલ્લાના મુખ્ય મથક કડાણા ખાતે આવેલ કડાણા ડેમ ઉપર સ્થિત મંદિર પરિસરમાં શરદ પૂર્ણિમાના પવિત્ર અવસર પર મહીસાગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા એક વિશેષ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લાના જિલ્લા પોલીસ અધિક્ષક (S.P.) સફીન હસન, જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પ્રમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત સ્થાનિક પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રજાજનો અને ખેલૈયાઓ પણ જોડાયા હતા. ?

શરદ પૂનમની ચાંદની રાત્રે આયોજિત આ ગરબા મહોત્સવમાં આયોજિત રાસ-ગરબાની રમઝટમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને શરદ પૂનમના ગરબાની મનભરીને મોજ માણી હતી.

કડાણા ડેમની રમણીય પૃષ્ઠભૂમિ વચ્ચે સ્થિત મંદિરે યોજાયેલ આ આયોજનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સવમય બની

ગયું હતું. જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમે પ્રજા અને પોલીસ વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધોને વધુ ગાઢબનાવવાનો એક સુંદર સંદેશ આપ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો