મહીસાગર જિલ્લામાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુથી જિલ્લા પોલીસ દ્વારા એક અભિનવ પહેલ શરૂ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક (S.P.) સફીન હસનના અધ્યક્ષસ્થાને અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મારું ગામ સુરક્ષિત ગામ અભિયાનનો સત્તાવાર પ્રારંભ કરાયો છે.

આ અભિયાન અંતર્ગત, પોતાના ગામને સુરક્ષિત અને અતિસંવેદનશીલ બનાવવા માટે સ્વેચ્છાએ સીસીટીવી (CCTV) કેમેરા લગાવનાર ઉત્સાહી ગામના સરપંચઓનું આજે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના તમામ સરપંચ ઓને વ્યક્તિગત પત્ર લખીને ગામોમાં સીસીટીવી કેમેરા લગાવી સુરક્ષા કવચ પૂરું પાડવા માટે અપીલ અને પ્રારંભ કરાયો હતો. POCSOઅધિનિયમ અંગે જાગૃતિ માટે પોસ્ટર અનાવરણઆ કાર્યક્રમમાં માત્ર ગ્રામીણ સુરક્ષા જ નહીં, પરંતુ બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતાPOCSOઅધિનિયમ વિશે ગામે-ગામે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશેષ પોસ્ટરોનું અનાવરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં કાકચીયા સરપંચ ટીનાભાઈ પટેલ તથા વરધરી સરપંચ રાકેશ પટેલની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષકે ગ્રામીણ સ્તરે પોલીસ-પ્રજા વચ્ચેના સહયોગથી ગુનાખોરી ડામવા પર ભાર મૂકયો હતો.