લુણાવાડા : વિદ્યાર્થીઓ અને યુવાધનને સાયબર ગુનાઓથી સુરક્ષિત રાખવા તેમજ નશાકારક પદાર્થોના દૂષણથી દૂર રાખી ઉજ્જવળ ભવિષ્ય તરફ્ દોરવાના ઉદ્દેશ્ય સાથે, લુણાવાડાની શ્ર વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલ ખાતે નાર્કોટિક્સ અને સાયબર અવેરનેસ વિદ્યાર્થી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહીસાગર SOGઅને લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. લુણાવાડા ટાઉનPIવિમલભાઈ ધોરડા તથા SOG PSIએચ.બી. સિસોદિયાએ વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ, ઓનલાઇન ફરીડ, સાયબર સેફ્ટી અને સાયબર હેલ્પલાઇન નંબર (1930) વિશે સચોટ માહિતી આપી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો