લુણાવાડા રાજપૂત સમાજ ભવન ખાતે મહિસાગર જિલ્લા રાજપૂત મહિલા સંગઠન દ્વારા આયોજિત નૂતન વર્ષનો સ્નેહ મિલન સમારોહ તથા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ હિઝ હાઇનેસ મહારાણા સાહેબ સિદ્ધરાજસિંહજી સોલંકી, અતિથી વિશેષ લુણાવાડા સ્ટેટના રાજકુમારી સાહેબા મૃણાલીનીકુમારી તેમજ અન્ય મહેમાનોમાં મહિસાગર જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબા પુંવાર, ડો. રંજીતસિંહજી જોજા, દશરથબા પરમાર, અધ્યક્ષા અ. ગુ.રા.મહિલા સંઘ, ડો. દિપુબા દેવડા, વાઈસ ચાન્સેલર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ, નરેન્દ્રસિંહ પરમાર,(શેરખી), તૃપ્તિબા રાઓલ, કન્વીનર ગુજરાત રાજપૂત સંકલન સમિતિ, ડો. રચિતાબા હાડા તેમજ આ કાર્યક્રમ તેજસ્વી તરલાના પુરસ્કારના દાતા એલ. એ. રણા ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમ 300 જેટલા રાજપૂત વડીલો, ભાઈઓ, બહેનો , દીકરી અને દીકરાઓ હાજર રહયા હતા. જેમાં ધો. 10, ધો. 12 સાયન્સ, આર્ટસ અને કોમર્સમા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવનાર તમામ વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટી આપી સન્માન કરાયું હતું.
