ધારાસભ્યોએ SP સાથે વાત કરી ફરિયાદ લેવા માગ કરી છે અને સમગ્ર તપાસ SC/ST સેલના DySP પી.ચૌધરીને સોંપાઇ છે તપાસ, ન્યાયની માગ સાથે સ્થાનિકોમાં પોલીસ સામે રોષ જોવા મળ્યો છે તો આ સમગ્ર તપાસમાં DySPએ મંદિર તેમજ પોલીસ સ્ટેશનના CCTV મેળવ્યા છે અને તપાસ શરૂ કરી છે.
સ્થાનિકોમાં પણ પોલીસ પ્રત્યે રોષની લાગણી
બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન મહિલા પીઆઇ દ્વારા વિદ્યાર્થીને માર મારવાને લઈ મામલો ઉગ્ર બન્યો છે, ભોગ બનનાર વિધાર્થીને ન્યાય અપાવવા બાયડના ધવલસિંહ ઝાલા તેમજ બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ દ્વારા પોલીસ પર પ્રહાર કરાયા છે અને ધવલસિંહ ઝાલા અને માનસિંહ ચૌહાણની જિલ્લા પોલીસ અધિક્ષક સાથે ટેલીફોનિક વાત કરી ફરિયાદ લેવા માગ કરી છે. ચોરીની આશંકા હેઠળ પૂછપરછ માટે બોલાવાયેલા ધોરણ 9ના એક વિદ્યાર્થીને પોલીસે શારીરિક ત્રાસ આપ્યાનો ગંભીર આક્ષેપ થયો છે.













