મહીસાગરમાં શિક્ષકે રાહદારી પર કાર ચડાવી દેતા અકસ્માતની ઘટના બની હતી અને એક રાહદારીનું ઘટના સ્થળે મોત થયું હતુ, રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નીપજતા સ્થાનિકોના ટોળા વળ્યા હતા અને બાકોર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથધરી છે, શિક્ષકને પોલીસે અટકાયત કરી છે અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે.

મહીસાગર જીલ્લામાં વધુ એક શિક્ષકે લીધો રાહદારીનો ભોગ

પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા રાહદારી પર કાર ચડાવી દેતા રાહદારીનું મોત થયું છે, ખાનપુર તાલુકાના આંબલિઘાટી ગામ પાસે સર્જાયો હતો અકસ્માત. શાળામાં જતા શિક્ષક દ્વારા કાર પરનો કાબુ ગુમાવતા રાહદારીને કચડી નાખ્યો હતો, બાકોર પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, રોડ સાંકડો હતો અને ફુલ સ્પીડમાં કાર ચલાવી હોવાની વાત સામે આવી છે, સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધ્યો છે.

27 નવેમ્બર 2025ના રોજ મહીસાગરમાં દારુના નશામાં શિક્ષકે અકસ્માત સર્જ્યો હતો

મહીસાગરમાં શિક્ષકે દારૂના નશામાં અકસ્માત કરતા લોકોના ટોળા ભેગા થયા હતા અને શિક્ષકને સ્થાનિક લોકોએ મેથીપાક ચખાડ઼યો હતો. પોલીસે કાર ચાલક શિક્ષકની ધરપકડ કરી હતી અને મેડકિલ રીપોર્ટ પણ કઢાવ્યો હતો, શિક્ષક એટલો નશામાં ધૂત હતો કે તેને ઉભા રહેવાનું પણ ઠેકાણું ન હતું તેવો આક્ષેપ સ્થાનિકોનો હતો.


આ પણ વાંચો : Gandhinagar News : વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ, રાજકોટ અને કચ્છ દ્વારા મુખ્ય રોકાણોની પૂર્વ સમીક્ષા : GIDCએ રાજકોટ ફૂડ પાર્ક પ્લાાનનું અનાવરણ કર્યું