સંતરામપુર તાલુકાના આંબા ગામે રાજ્યકક્ષાના મંત્રીની હાજરીમાં 66KV સબ સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં જિલ્લા, તાલુકા પંચાયતના પ્રમુખો અને ધારાસભ્યનો ઉલ્લેખ નહીં કરાતા તમામ મહાનુભાવો ગેરહાજર રહેતાં ચર્ચાનો વિષય બન્યો હતો.

સંતરામપુર તાલુકાના આંબા ગામે રૂ.12.66 કરોડ ના ખર્ચે તૈયાર થયેલ 66KV સબ સ્ટેશનનું આજે રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરીયાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ 66KV સબ સ્ટેશનથી સંતરામપુર તેમજ ગોધર તાલુકાના મળી કુલ 16 ગામોના 5 હજારથી વધુ ગ્રાહકોને 24 કલાક વીજળીનો લાભ મળશે.

આ કાર્યકમ માટે જેટકો દ્વારા છપાયેલ આમંત્રણ પત્રિકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખો, તેમજ સંતરામપુરના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ડૉ કુબેરભાઈ ડીંડોરનું નામ ના છપાતા એક પણ મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હતા. જેથી આ કાર્યક્રમ રાજકીય ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે આ ભૂલ હતી કે સુનિયોજિત કાવતરું તેને લઈને પણ સમર્થકોમાં સવાલો ઉઠી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો