. આ જમીનમાંથી ગ્રામ પંચાયતની મંજુરી વગર 25 વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, આ સ્થળની બાજુમાં ખેતીવાડી વિભાગને APMC સેન્ટરના બાંધકામ માટે જગ્યા ફાળવેલી છે. ઘટાદાર વૃક્ષોના કટિંગને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કડાણા મામલતદાર દ્વારા કડક વલણ અપનાવી આ પ્રકરણમાં સંડોવાયેલા મનાતા કુલ 8 વ્યક્તિ કારણદર્શક નોટિસ ફ્ટકારી વૃક્ષો કાપવા બદલ દંડ કેમ વસૂલ નહીં કરવો તે બદલ તાકીદ કરાઈ છે, અને શિક્ષાત્મક કાર્યવાહી કેમ નહીં હાથ ધરવી તે અંગેનો ખુલાસો રૂબરૂ ઉપસ્થિત રહીને રજૂ કરવા પણ તાકીદ કરાઈ છે. જો નિર્ધારિત સમયમાં ખુલાસો રજૂ કરાય નહીં, તો નિયમાનુસારની એકતરફી કાર્યવાહી હાથ ધરવા પણ જણાવાયું છે.
