લુણાવાડા : પાનમકાંઠા બેતાલીસ પાટીદાર સમાજ, લુણાવાડા દ્વારા આગામી રવિવાર, તા. 22-11-2026 ના દિવસે ભવ્ય 51-કુંડી નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહાયજ્ઞમાં કુલ 142 જોડા યજમાન પદે બેસી પૂજા-અર્ચના અને યજ્ઞનો લાભ લેશે.?આ પાવનકારી મહાયજ્ઞ બેતાલીસ પાટીદાર સમાજ ભવન, ધોળી, પોલીસ લાઇન પાછળ, લુણાવાડા ખાતે સવારે 7:00 કલાકે યોજાશે. આ સમગ્ર આયોજનને સફ્ળ બનાવવામાટે સમાજના પ્રમુખ રમેશભાઇ બી. પટેલ, મંત્રીશ્રી મણિભાઈ એન. પટેલ ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપભાઈ પટેલ અને મનીષભાઈ પટેલ સહિત પાનમકાંઠા બેતાલીસ પાટીદાર સમાજની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.
