મૂળ મહીસાગર જિલ્લાના લુણાવાડાના વતની અને વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા એવા બે ભાઈઓ જેનિશ પંચાલ અને યશ પંચાલે પશ્ચિમ બંગાળ સ્થિત પ્રતિષ્ઠિત IIT ખડગપુરખાતે યોજાયેલી નેશનલ સ્ટુડન્ટ્સ સ્પેસ ચેલેન્જ-2026માં ભાગ લઈ શોર્ટ ફ્લ્મિ મેકિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરની વિવિધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ IIT, NITઅને ISIના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં જેનિશ અને યશે પોતાની સર્જનાત્મકતા અને નવીન વિચારસરણીના આધારે આ સિદ્ધિ મેળવીને સુમનદીપ વિદ્યાપીઠ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત યશ પંચાલની કેસ સ્ટડી સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડ માટે પસંદગી થઈ હતી. તેણે લુનાર એક્સ્પોલેશન એન્ડ સસ્ટેટેઈન્ડ હ્યુમન પ્રેઝન્સ વિષય પર સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં યશે એકલ સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. બંને ભાઈઓની આ સિદ્ધિથી તેમના પરિવારજનો, મિત્રો અને શૈક્ષણિક વર્તુળોમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો