વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન સહિત વિવિધ જનલક્ષી કાર્યક્રમો યોજાનાર છે. જેના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે. જે અંતર્ગત આજે મહીસાગર જિલ્લાના ગોધર ગામે સ્વચ્છતા સપ્તાહ અભિયાન હેઠળ પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસની ઉજવણી કરાઈ હતી.
વડાપ્રધાનના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા અને પર્યાવરણના જતન માટે ગોધર ગામમાં જનભાગીદારી થકી સફઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત રસ્તાઓની સઘન સફઈ કરી ગામના મુખ્ય રસ્તાઓની બંને બાજુએ વ્યાપક સફઈ ઝુંબેશ હાથ ધરી હતી અને કચરાનો યોગ્ય નિકાલ કર્યો હતો. અનેક્રપ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસક્રની ઉજવણીના ભાગરૂપે ગ્રામજનોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવા અને કાપડ કે શણની થેલીઓનો ઉપયોગ કરવા માટે જાગૃત કરાયા હતા.










