લુણાવાડા : લુણાવાડાના શ્રી વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલ ખાતે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વની KG વિભાગથી લઈને ઉચ્ચતર માધ્યમિક વિભાગ સુધીના તમામ વિદ્યાર્થીઓ દ્વારા આનંદોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે બાળકોમાં સર્જનાત્મકતા અને સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી શાળામાં વેસ્ટ માંથી બેસ્ટ રાખી સ્પર્ધા તેમજ રક્ષાબંધન ગ્રીટીંગ કાર્ડ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં તમામ વિભાગના નાના-મોટા વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાની કલ્પનાશક્તિથી નકામી વસ્તુઓમાંથી આકર્ષક ઈકો-ફ્રેન્ડલી રાખડીઓ અને ગ્રીટીંગ કાર્ડ્સ તૈયાર કર્યા હતા. બાળાઓએ ભાઈઓને રાખડી બાંધી મોં મીઠા કરાવ્યા હતા.
