ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા મિલકતના દસ્તાવેજોમાં ખૂટતી સ્ટેમ્પ ડયૂટીના પ્રશ્નોના ઉકેલ માટે જાહેર કરાયેલી 80 ટકા રાહતની જોગવાઈનો મહીસાગર જિલ્લામાં અમલ શરૂ કરાયો છે. આ યોજનાના જિલ્લાના પ્રથમ લાભાર્થીને જિલ્લાના નાયબ કલેક્ટર દ્વારા રાહતનો હુકમ એનાયત કરાયો હતો. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તા.30 જૂન, 2025ના રોજ મિલકત દસ્તાવેજોમાં ખૂટતી સ્ટેમ્પ ડયૂટીમાં મહત્તમ 80 ટકા સુધીની રાહત આપવાની જોગવાઈ કરાઈ હતી. આ રાહત એલોટમેન્ટ લેટર અથવા શેર સર્ટિફ્કિેટના આધારે નોટિફ્કિેશનની તારીખ સુધી થયેલા મિલકત હસ્તાંતરણના પાત્ર કેસોમાં લાગુ પડે છે. જેમાં મહીસાગર જિલ્લામાં પ્રથમ લાભાર્થી તરીકે બાલાસિનોરના મિત્તલબેન રાજેશભાઈ સુથારને રાહતના હુકમનું નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા આજે એનાયત કરાયો હતો. તેઓને મૂળ સ્ટેમ્પ ડયૂટી મુજબ રૂા. 1,15,304 ભરવાના થતા હતા. પરંતુ સરકારની 80 ટકા રાહતની જોગવાઈ હેઠળના દંડ સહિત હવે માત્ર રૂા. 16,475 ભરવાના થતાં રૂા.98,829ની નોંધપાત્ર આર્થિક બચત થઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો