મહીસાગર જિલ્લા શાળા સંચાલક મંડળની બેઠક ખાનપુર તાલુકાના લીંબડીયાની નીલકંઠ વિદ્યા સંકુલ ખાતે યોજાઈ હતી.


મંડળના પ્રમુખ એસ. કે. પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી મીટીંગમાં નવા પ્રમુખ તરીકે પૂર્વ સંસદ સભ્ય રતનસિંહ રાઠોડની સર્વાનુમતે નિમણૂંક કરવા, ચાલુ વર્ષનો શાળા પ્રવેશોત્સવ સાદાઈથી ઉજવવામાં આવે તે માટે કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત કરવાનો ઠરાવ કરાયો હતો. સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે સરકાર દ્વારા નવી સરકારી શાળા મંજૂર કરાઈ છે, જેની આજુબાજુની ગ્રાન્ટેડ શાળાઓની સંખ્યા પર માઠી અસર થતી હોઈ, ખેડાપા શાળા મંડળની રજૂઆતને ધ્યાને લઈ આ નવી શાળાની મંજૂરી રદ્દ કરવા પત્ર મોકલવાનું નક્કી કરાયું હતું. શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી ક્લાર્ક, સેવક અને શિક્ષકોની ભરતી વહેલી તકે કરાવવા, સોલાર સિસ્ટમ સ્થાપવા, S.O.E. ની ગ્રાન્ટના વપરાશ અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શાળાઓમાં સ્વચ્છતા માટે ગ્રાન્ટ ફળવવાની માંગ કરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: