વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર સેવા અને જનસમર્પણના સફ્ળ 25 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે તેમજ વિકસિત ભારત સંકલ્પ સભા અંતર્ગત લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મહીસાગર જિલ્લાના પ્રભારી મંત્રી પી. સી. બરંડાની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ હતી.
કાર્યક્રમમાં પ્રભારી મંત્રી પી. સી. બરંડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસના દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહીને સમગ્ર દેશમાં નવો ઈતિહાસ રચ્યો છે. વર્ષ 2001થી શરૂ થયેલી આ વિકાસયાત્રાએ છેવાડાના ગામડાઓ સુધી પ્રગતિના લાભો પહોંચાડયા છે. આ પ્રસંગે સેવાના રંગ રાષ્ટ્રના સંગના કાર્યક્રમના વિજેતાઓને ઈનામ વિતરણ અને વિકસિત ભારત 2047 ની પ્રતિજ્ઞા લેવાઈ હતી. આ ઉપરાંત પ્રભારી મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સેવા જ્યોતિ મશાલ પ્રજજ્વલન કરી યાત્રામાં જોડાયા હતા. આ અવસરે જિ.પં. પ્રમુખ કલ્પનાબેન પુવાર, સાંસદ રાજપાલસિંહ જાદવ, ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર, ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, કલેક્ટર અર્પિત સાગર,DDO યુવરાજ સિધાર્થ,SP સફ્નિ હસન ઉપસ્થિત રહ્યા હતા.
