બાલાસિનોર શહેરના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં સ્ટેર મોનિટરીંગ સેલે રેડ કરીને વિદેશી દારૂની બોટલ અને બિયરના ટળી 41,600 નંગ સાથે 9 આરોપીઓ જેમાં ટ્રક ડ્રાઈવર, કલીનર, મજુરો તેમજ બે કિશોરો ને ઝડપી લીઈ બાલાસિનોર શહેર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે જયારે 16 જેટલા વોન્ટેડ જાહેર કરેલ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે મહીસાગર જીલ્લાના બાલાસિનોરમાંથી વિદેશી દારૂનો એક મોટો જથ્થો ઝડપાયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાલાસિનોરના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં મોટાપાયે દારૂના જથ્થાનું કટીંગ થતુ હોવાની બાતમીના આધારે એક મોટી રેડ કરીને કરોડો રૂપીયાની કિંમતનો વિદેશી દારૂ અને બિટરના ટીન બોટલો 41,600 નંગ અને ટ્રક, મોબાઈલ અને રોકડ જેની કુલ કિંમત રૂપીયા 1,86,24,850/- ના મુદ્દામાલ સાથે 9 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જયારે ગોડાઉનના માલિક, દારૂ મંગાવનાર, દારૂ મોકલનાર સહિત 16 જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ કામગીરીથી સ્થાનિક પોલીસ ઉંગતી ઝડપાઈ હતી. એસ.એમ.સી.ની રેડ બાદ બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 1,56,81,120/- રૂપીયાનો દારૂ અને ટ્રક મોબાઈલ સહિત 1,86,24,850/- રૂપીયાનો મુદ્દામાલ ઝપ્ત મળતી માહિતી મુજબ એસ.એમ.સી.ની ટીમે બાલાસિનોરના જી.આઈ.ડી.સી. વિસ્તારના ગોડાઉનમાં રેડ કરીને 41,600 નંગ વિદેશી દારૂની બોટલો અને બિટરના ટીન મળી આવ્યા છે. ઝપ્ત કરાયેલ આ દારૂના જથ્થાની કિંમત 1,56,81,120 દારૂના જથ્થા સાથે ટ્રક, ગાડી, મોબાઈલ સહિત કુલ રૂા.1,86,24,850નો મુદ્દામાલ ઝપ્ત કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો