11

ઓલ ઇન્ડિયા ટૂર અંતર્ગત ભારતભ્રમણ માટે નીકળેલા બ્રાઝિલના ત્રણ પ્રવાસીઓ અનોખી અને સાહસિક રિક્ષા યાત્રા દરમિયાન લુણાવાડાના ઐતિહાસિક રાજમહેલના મહેમાન બન્યા હતા. જ્યાં મહારાજા સિદ્ધરાજસિંહજી અને રાજકુમારી મ્રિનાલિનીકુમારીજી એ અતિથિ દેવો ભવઃ પરંપરા અનુસાર વિદેશી મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

પર્યાવરણ અને વરસાદી જંગલોના રક્ષણ, ક્લાઇમેટ ચેન્જ સામે જાગૃતિ લાવવા માટે યુ.કે.ની પર્યાવરણીય સંસ્થા CoolEarthના સહયોગથી દેશમાં એક અનોખી ઓટોરિક્ષા રેસ શરૂ થઈ છે, જેમાં વિશ્વભરના 80થી 85 સ્પર્ધકો 30 જેટલી રિક્ષાઓ સાથે જોડાયા છે. જેમાં બ્રાઝિલના પ્રવાસીઓ જુલિયો, ગાબી અને સમીરા પણ જોડાયા છે. તેમના જણાવ્યા મુજબ તેમની યાત્રા તા.26મીથી જેસલમેર ખાતેથી શરૂ થઈ હતી, તેમજ આગામી તા.9 ઓક્ટોબર સુધીમાં કોચી ખાતે પૂર્ણ થશે. તેઓ કોઈ પણ નિશ્ચિત રૂટ કે હેલ્પલાઇન વિના, જાતે રસ્તો શોધીને રિક્ષા દ્વારા આશરે 3 હજાર કિ.મી.નું પડકારજનક અંતર કાપી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન બ્રાઝિલના પ્રવાસીઓ આજે લુણાવાડાના મહેમાન બન્યા હતાં. તેઓએ રાજ પરિવારની મુલાકાત લીધી હતી. વિદેશી પ્રવાસીઓ વિશે રાજકુમારી મ્રિનાલિની કુમારીજીએ જણાવ્યું હતું કે, આ પ્રવાસીઓએ જેસલમેર, જોધપુર અને ઉદયપુર બાદ લુણાવાડાની મુલાકાત લીધી છે, અને હવે તેઓ સ્ટેચ્યુ ઓફ્ યુનિટી થઈ ગોવા તરફ્ આગળ વધશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો