રાજ્ય સરકારની છેવાડાના માનવી સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાની મહત્વાકાંક્ષી નળ સે જળ યોજનામાં મહીસાગર જિલ્લામાં આચરવામાં આવેલા અંદાજે રૂ. 123 કરોડના બહુચર્ચિત મહાકૌભાંડમાં વડોદરા CID ક્રાઈમ બ્રાન્ચે એક પછી એક મોટી કાર્યવાહી કરીને કૌભાંડીઓમાં ફ્ફ્ડાટ ફેલાવી દીધો છે.
CID ક્રાઈમ દ્વારા આ કૌભાંડના મુખ્ય સૂત્રધારોમાંના એક, લુણાવાડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા મનહર જેઠાભાઈ પટેલની તેના નિવાસસ્થાન રામ પટેલના મુવાડા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, તપાસ દરમિયાન ઉમ્બેર ગામની પાણી પુરવઠા યોજનામાં રૂ. 67 લાખની નાણાકીય ગેરરીતિ આચરનાર કોન્ટ્રાક્ટર હરીશ રામજીભાઈ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. જેના પગલે ચકચાર મચી છે.










