મહિસાગર જિલ્લાના મસમોટા અને બહુચર્ચિત રૂા.123 કરોડના નલ સે જલ કૌભાંડમાં બે પેટા કોન્ટ્રાક્ટરની બાયડ ખાતેથી સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરતાં ફરી એકવાર જિલ્લામાં ચકચાર મચી છે.
મહિસાગર જિલ્લાના મસમોટા અને બહુચર્ચિત રૂા.123 કરોડના નલ સે જલ કૌભાંડમાં સી.આઈ.ડી ક્રાઈમ બ્રાન્ચને ફરી એક વખત મોટી સફ્ળતા હાથ લાગી છે, જેમાં કૌભાંડી કોન્ટ્રાક્ટરો પૈકી વધુ બે પેટા કોન્ટ્રાક્ટરો ઝડપાતા કોન્ટ્રાક્ટર જગતમાં ફ્ફ્ડાટ ફેલાયો છે, આ બંને કોન્ટ્રાક્ટરો બી.વી. ચૌધરી એજન્સીમાં કામ કરતા હતા, એ બંને પેટા કોન્ટ્રાક્ટર એજન્સીમાં ભાગીદાર હોવાની વિગતોને લઈ પેટા કોન્ટ્રાક્ટરોને બાયડ ખાતેથી સી.આઈ.ડી ક્રાઈમે પકડી પાડયા છે. એજન્સી બી.વી ચૌધરી સામે રૂા.8 કરોડથી વધુ માતબર રૂપિયાની રકમની રિકવરી સામે આવી છે, ત્યારે સી.આઈ.ડી ક્રાઇમે બ્રાન્ચ એજન્સીના ભાગીદાર એવા પેટા કોન્ટ્રાક્ટર કશ્યપ પટેલ અને દિલીપ ચૌધરીને બાયડ ખાતેથી ઝડપી પાડયા છે. અત્યાર સુધીમાં સી.આઈ.ડી ક્રાઈમે ફરીયાદને આધારે કુલ 18 લોકોને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સી.આઈ.ડી ક્રાઈમ બ્રાન્ચના મહીસાગર જિલ્લામાં ધામાને લઈ કેટલાક કોન્ટ્રાક્ટરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અગાઉ સી.આઈ.ડી દ્વારા તત્કાલીન સરપંચો તેમજ તલાટીઓની યાદી પણ મંગાવી હતી. ત્યારે એક બાદ એક કોન્ટ્રાક્ટરોની ધરપકડને લઈ અનેક લોકો જિલ્લામાંથી ફરાર થયા છે.










