મલેકપુર : મહીસાગર જિલ્લા ના ઉંદરા ગામના વતની અને હાલમાં બાલાસિનોર ખાતે નિવાસ કરતા તથા છાપરી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રૂચિર દયાશંકર ઉપાધ્યાયે સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. માત્ર 38 વર્ષની ઉંમરે, વિવિધ પડકારજનક અને વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે અનેક પુસ્તકોનું સર્જન કરી તેને પ્રકાશિત કરવામાં સફ્ળતા મેળવી છે. હવે તેમણે અંગ્રેજી ભાષામાં The Dark Knight શીર્ષક હેઠળ 126 પાનાંનું પુસ્તક તૈયાર કર્યું છે, જે ટૂંક સમયમાં પ્રકાશિત થવાનું છે. આ સિદ્ધિ માત્ર ઉંદરા ગામ માટે જ નહીં, પરંતુ સમગ્ર વરધરી ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ માટે ગૌરવની બાબત બની છે.

Rajkotમાં DCBનો મોટો સપાટો: બામણબોર પાસેથી રૂ. 31 લાખનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો









