મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂની હેરાફેરી ડામવા આપવામાં આવેલી સૂચનાના પગલે LCB પોલીસ એક્શન મોડમાં છે. સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વાજીયાખુંટ ત્રણ રસ્તા નજીકથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
સ્કૂલ બેગમાંથી નીકળી દારૂની બોટલો
તપાસ દરમિયાન પોલીસને ચોંકાવનારી વિગત જાણવા મળી હતી કે, બુટલેગરોએ પોલીસની નજરથી બચવા માટે સ્કૂલ બેગનો સહારો લીધો હતો. બેગની તપાસ કરતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી કુલ 254 બોટલો મળી આવી હતી. આરોપીઓ સામાન્ય મુસાફર કે વિદ્યાર્થી હોવાનો ઢોંગ કરી દારૂની હેરાફેરી કરી રહ્યા હોવાની શક્યતા છે.










