હજુય અમરેલી જીલ્લાના રાજુલામાં યુવકને સિંહે ફાડી ખાધાના સમાચાર તાજા છે ત્યારે હવે ભાવનગર જીલ્લામાં આવો જ બનાવ સામે આવ્યો છે. મહુવા તાલુકાના ગઢડા ગામે એક સિંહ દ્વારા યુવક ઉપર હુમલો કરીને શિકાર બનાવ્યો હતો. શિકાર કરીને યુવકને ત્યાંના રેવન્યુ વિભાગના જંગલમાં લઈ જઈ યુવકનું આખું શરીર ખાઈ ગયો હતા. માત્ર ખાલી માથું જ વધ્યું હતું જેની જાણ થતા મહુવા વન વિભાગ, મહુવા પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા.મહુવાના ગઢડા ગામે રહેતા અને મજૂરી કામ કરતો 30 વર્ષના નાગજીભાઈ ટેમાંભાઈ ગુજરીયા નામનો યુવક મજૂરી કામ કરીને પોતાના ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન ખરેડ પીંગલેશ્વર જવાના રસ્તે એભાદેવી વિસ્તારમાં પહોંચતા સિંહે હુમલો કર્યો હતો.જેમાં નાગજીભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગની તપાસમાં ખુલ્યુ કે યુવકને કાંટાળી જાડીમાં લઈ જઈ સિંહે યુવકને ફાડી ખાધો હતો. જેમાં યુવકના કાંટાળી ઝાડીમાંથી માત્ર ખોપડી જેવા અવશેષો અને પાંસળીના ટુકડા મળી આવ્યા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: