મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામનાં શરદભાઈ (વાચ્છાભાઈ) વૃજલાલ પારેખ વિશાળ હાઈસ્કુલ આધુનિક બિલ્ડીંગ બનાવીને ગામલોકોને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.


મોટા ખુંટવડા ખાતે પારેખ પરિવાર દ્વારા આધુનિક સુવિધા યુક્ત હાઈસ્કુલ બનાવાઈ છે. જેમાંCCTVકેમેરા, સાઉન્ડ સીસ્ટમ, સોલાર સીસ્ટમ, ફાયર સેફ્ટી સાથે બાળકો માટે જરૂરિયાતની તમામ સગવડ સાથેનું બિલ્ડીંગ બનાવી ગામને અર્પણ કરવામાં આવ્યું હતું. મુંબઈથી આભાબેન ધરમપાલના હસ્તે લોકાર્પણ થયું હતું. કાર્યક્રમ શરદભાઈ પારેખ, મુંબઈ કપોળ મિત્ર મંડળ અને ભારદ્રાજગીરીબાપુ, સિધ્ધ ગણેશ આશ્રામ, મોટા ખુંટવડા તથા ભાવ. જિ. શૈક્ષણિક સંકલન સમિતિનાં પ્રમુખ ગોવિંદભાઈ બતાડા, ભાવ.જિ.માધ્ય. શિક્ષક સંઘ પ્રમુખ જાદવભાઈ કણકોટીયા તથા ભાવ.જિ.ઉ.મા. સંઘ પ્રમુખ જીતેન્દ્રભાઈ પાટીલ, વિનોદભાઈ બારૈયા તથા ગામના વિવિધ ક્ષેત્રનાં આગેવાનોની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. આભારવિધિ શાળાનાં આચાર્ય ભરતભાઈ વાણિયા દ્વારા કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: