અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં દેત્રોજ પોલીસ મથકના સ્ટાફની ટીમને બાતમી મળેલ કે, તાલુકાના શોભાસણ ગામના નગરી વિસ્તારમાં ખુલ્લી જાહેર જગ્યાએ કેટલાંક ઈસમો ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમી રમાડી રહેલ છે. એથી સ્થળ ઉપર પોલીસની ટીમે જઈને છાપો મારતાં જુગાર રમતાં પાંચ શખ્સો પકડાયા હતા. પોસીસે સ્થળ પરથી રોકડ સહિત કુલ રૂ. 10,290નો મુદ્દામાલ પોલીસે કબ્જે લઈ જુગાર રમતા પકડાયેલા રમેશજી દિવાનજી ઠાકોર, પોપટજી શીવાજી ઠાકોર, વિક્રમજી જુગાજી ઠાકોર, જુગાજી વિષ્ણુજી ઠાકોર અને દિલીપજી જુગાજી ઠાકોર(તમામ રહે. શોભાસણ, તા.દેત્રોજ)નાઓની વિરૂદ્ધમાં ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
