માંડલ તાલુકાના હાંસલપુર પોલીસ મથકની હદ્દમાં આવેલ એક્સપોર્ટ વેરહાઉસની સામે ન્યુ.રામદેવ ચૌધરી પાર્કિંગ નજીક લોડીંગ ટ્રક ઉપર તાડપત્રી બાંધતી વખતે નીચે પટકાયેલાં 42 વર્ષના એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત થતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ભડગાવ તાલુકાના રહેવાસી રવિન્દ્ર અન્ના ચૌહાણ (ઉ.વ.42) જે તા.20 ઓગસ્ટના રોજ હાંસલપુર ખાતે લોડીંગ ટ્રક નં.જીજે.38-એ.ટી-4209 ઉપર તાડપત્રી બાંધવાનું કામ કરી રહ્યાં હતાં. તે દરમ્યાન કોઈ અગમ્યકારણોસર તેઓ ટ્રક ઉપરથી નીચે પટકાયાં હતાં અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ રવિન્દ્ર ચૌહાણને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જોકે સારવાર દરમ્યાન રાત્રિના આશરે 9.30 વાગ્યે તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગેની હાંસલપુર પોલીસે જાણવા જોગ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો