માંડલ તાલુકાના રીબડી ગામ નજીક આવેલ સોમ ટ્રેડિંગ વેરહાઉસમાં 22 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે. મૃતકની ઓળખ યાદવ સિબ્બુકુમાર રાજકુમાર (ઉં.આશરે 22 વર્ષ) તરીકે થઈ છે. તે મૂળ બિહારનો રહેવાસી હતો અને હાલમાં રીબડી ખાતે રહેતો હતો. આ ઘટનાની જાણ માંડલ પોલીસ મથકે થતાં પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.ડી.ડામોર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. પોલીસ મથકે આ સમગ્ર ઘટનાની નોંધ કરવામાં આવી છે. વધુ તપાસ સાથેની કાર્યવાહી માંડલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
